હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ (યોહાન ૧૪:૧૩)
હું મજબૂત છું. (એફેસસ ૬:૧૦)
હું તંદુરસ્ત છું. (૧ પીટર ૨:૨૪)
હું ધન્ય છું. (એફેસસ ૧:૩)
હું શક્તિશાળી છું. (યશાયા 40:29)
હું અભિષિક્ત છું. (1 યોહાન 2:20)
હું મુક્ત છું. (૧યોહાન ૮:૩૬)
હું પ્રભુનો વિશ્વાસી છું. (માર્ક ૧:૧૧)
હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. (ઉત્પતિ ૩૯:૨-૩)
હું જે જોઉ છું તે નથી બોલતો,પણ જે જોવા માંગુ છું તે બોલું છું. (૨ કરીંથ ૪:૧૮)
હું એક અવિભાજ્ય બીજ છું. (લુક ૮:૧૫)
હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. (સ્તોત્ર ૯૨:૧૧)
હું મારા ઈશ્વરની વાડીમાં નારિયળના ઝાડની જેમ ફુલુફાલું છું. (સ્તોત્ર ૯૨:૧૨)
હું ખરા સમયમાં મબલક પાક આપું છું. (સ્તોત્ર ૧:3)
હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવા છું. (સ્તોત્ર ૯૨:૧૪)
હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહિ કરમાય. (સ્તોત્ર ૯૨:૧૪)
હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. (સ્તોત્ર ૧:3)
ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. (રોમ ૮:૨૮)
હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. (એફેસસ ૧:૩)
હું એક આત્મા છું.
મારા આત્મામાં એક મન છે.
મારો આત્મા અને મારુ મન એક શરીરમાં રહે છે.
મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે.
મારુ મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને
મારુ શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે.
ઈસુના નામમાં, હું મારા શરીર સાથે વાત કરું છું.
પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.
હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું.
હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું, અને તેને નિર્દેશ આપું છું કે, તે પ્રભુના વચનો દ્વારા ચાલે.
હું મારા રજ્જૂ અને ચેતાને જીવનની વાત કરું છું.
હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું.
હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું.
હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું.
હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાથ્ય અર્પુ છું.
મારા લોહીના દરેક કોષમાં જીવન છે.
મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે.
મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે.
મારી આંખો નું તેજ સારું છે.
મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે.
મારી ત્વચા, નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે.
મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું.
મારા દાંત, અવાડા, જડબા, રક્ત વાહિની, બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે.
મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે, અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે.
મારુ પાચન તંત્ર તંદરુસ્ત છે, તમામ ખોરાકને પચાવવાં સક્ષમ છે.
મારુ ગર્ભાશય તંદરુસ્ત છે.
ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે.
અને હું મારા શરીરમાં કોઈપણ ખામી કે ખોડખાંપણને નકારું છું.
ઈસુના નામે. હાલેલૂયા! આમીન.
ઈશ્વર પિતા, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર પુત્ર, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈસુની જય.