Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

વિશ્વાસ ઘોષણા

હું ઘોષણા કરું છું કે, મારા માર્ગમાં આવતી દરેક મુશ્કેલી છતાં હું ટકી રહ્યો છું, હું ખીલું છું, હું સમૃદ્ધ છું. હું જાણું છું કે દરેક આંચકો એ પુનરાગમન માટે છે. હું સ્થગિત થતો નથી અથવા મારા સપનાને છોડી દેતો નથી, હું જ્યાં છું ત્યાં સ્થાયી થતો નથી. આપણા ઈશ્વર પ્રભુની કૃપા મારા પર છે, અને તેમણે મારા હાથનું કામ સ્થાપિત કર્યું છે. હું જાણું છું કે પ્રભુની કૃપાનો સ્પર્શ તેમની કીર્તિ અને મારા સારા માટે બધું બદલી નાખે છે. આ મારી ઘોષણા છે.

દૈવી સ્વાસ્થ્ય કબૂલાત

ખ્રિસ્ત મારા જીવનનો મહિમા છે. તેમની દૈવી શક્તિએ મને જીવન અને ઈશ્વરભક્તિ માટે જે જોઈએ છે તે બધું આપ્યું છે. તેથી, મને કોઈ સારી વસ્તુની કમી નથી. મારું જીવન આરોગ્ય, ઉત્સાહ, સ્વસ્થ મન અને શક્તિથી ભરપૂર છે. હું દૈવી ઉર્જાથી ઉત્સાહિત અને મજબુત છું. આમીન.

હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ

હું મજબૂત છું. 

હું તંદુરસ્ત છું. 

હું ધન્ય છું. 

હું શક્તિશાળી છું. 

હું અભિષિક્ત છું.

હું મુક્ત છું.

હું પ્રભુનો વિશ્વાસી છું.

હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. 

હું જે જોઉ છુ તે નથી બોલતો,પણ જે જોવા માંગુ છું તે બોલું છું. 

હું એક અવિભાજ્ય બીજ છું. 

હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. 

હું મારા ઈશ્વરની વાડીમાં નારિયળના ઝાડની જેમ ફુલુફાલું છું. 

હું ખરા સમયમાં મબલક પાક આપું છું. 

હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવા છું. 

હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહિ કરમાય. 

હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. 

 ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. 

હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. 

હું એક આત્મા છું. મારા આત્મામાં એક મન છે. મારો આત્મા અને મારુ મન એક શરીરમાં રહે છે. મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે. મારુ મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારુ શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે.

ઈસુના નામમાં, હું મારા શરીર સાથે વાત કરું છું. 

પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.

 હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું.

હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું, અને તેને નિર્દેશ આપું છું કે, તે પ્રભુના વચનો દ્વારા ચાલે. 

હું મારા રજ્જૂ અને ચેતાને જીવનની વાત કરું છું. 

હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. 

હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું. 

હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું. 

હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાથ્ય અર્પુ છું. 

મારા લોહીના દરેક કોષમાં જીવન છે. 

મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. 

મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે.

મારી આંખો નું તેજ સારું છે.

મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. 

મારી ત્વચા, નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. 

મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. 

મારા દાંત, અવાડા ,જબડા, રક્ત વાહિની, બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. 

મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. 

મારુ પાચન તંત્ર તંદરુસ્ત છે, તમામ ખોરાકને પચાવવાં સક્ષમ છે. 

મારુ ગર્ભાશય તંદરુસ્ત છે.

ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે.

અને હું મારા શરીરમાં કોઈપણ ખામી કે ખોડખાંપણને નકારું છું.

ઈસુના નામે. હાલેલૂયા! આમીન.

ઈશ્વર પિતા, મને પ્રેમ કરે છે, હું જાણું છું.

ઈશ્વર પુત્ર, મને પ્રેમ કરે છે, હું જાણું છું.

ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું.

ઈસુની જાય.

Archives

May 31

FAITH DECLARATIONS I DECLARE everything that doesn’t line up with God’s vision for my life is subject to change. Sickness, trouble, lack, mediocrity, are not permanent. They are only temporary.

Continue Reading »

May 30

FAITH DECLARATIONS I DECLARE God goes before me making crooked places straight. He has already lined up the right people, the right opportunities and solutions for me. No person, no

Continue Reading »

May 29

FAITH DECLARATIONS I DECLARE God is working all things together for my good. He has a master plan for my life. There may be things I don’t understand right now

Continue Reading »

May 28

FAITH DECLARATIONS I DECLARE that God does supernatural things in my life. I pray bold prayers and expect big and believe big. God brings to pass those hidden dreams that

Continue Reading »

May 27

FAITH DECLARATIONS I DECLARE I am equipped for every good work God has planned for me. I am anointed and empowered by The Creator of the universe. Every bondage, every

Continue Reading »

May 26

FAITH DECLARATIONS I DECLARE, I choose faith over fear. I meditate on what is positive and what is good about my situation. I use my energy, not to worry, but

Continue Reading »

May 25

FAITH DECLARATIONS I DECLARE I survive, I thrive, I prosper despite every difficulty that may come my way. I know every setback is a setup for a comeback. I do

Continue Reading »

May 24

FAITH DECLARATIONS I DECLARE I speak only positive words of faith and victory over myself, my family, and my future. I do not use my words to describe my situation,

Continue Reading »

May 23

FAITH DECLARATIONS I DECLARE I am a people builder. I look for opportunities to encourage others to bring out the best in them and to help them accomplish their dreams.

Continue Reading »