Welcome to JCILM GLOBAL

Helpline # +91 6380 350 221 (Give A Missed Call)

વિશ્વાસ ઘોષણા
હું મારા જીવન પર વિશ્વાસનો વારસો જાહેર કરું છું. હું જાહેર કરું છું કે, હું ભવિષ્યની પેઢીઓ માટે આશીર્વાદ સંગ્રહિત કરું છું. મારું જીવન શ્રેષ્ઠતા અને પ્રામાણિકતા દ્વારા અંકિત થયેલ છે. કારણ કે, હું યોગ્ય પસંદગી કરી રહ્યો છું, અને વિશ્વાસના પગલાં લઈ રહ્યો છું, અન્ય લોકો મને અનુસરવા માંગશે. ઈસુની વિશાળતા આજે અને રોજિંદા જીવનને ઘેરી લે છે. આ મારી ઘોષણા છે.

દૈવી સ્વાસ્થ્ય કબૂલાત
મારામાં ખ્રિસ્ત મને સાજો બનાવે છે; હું બીમાર ન હોઈ શકું. હું આનંદથી ભરપૂર છું, અને મને અકથ્ય અને ગૌરવથી ભરપૂર આનંદ મળ્યો છે. પ્રભુનો આનંદ મારી શક્તિ છે; તેથી, હું દરેક સમયે મજબૂત અને દૈવી ઊર્જાથી ભરપૂર છું. હાલેલૂયા!

હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ
હું મજબૂત છું. 
હું તંદુરસ્ત છું. 
હું ધન્ય છું. 
હું શક્તિશાળી છું. 
હું અભિષિક્ત છું.
હું મુક્ત છું.
હું પ્રભુનો વિશ્વાસી છું.
હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. 
હું જે જોઉ છુ તે નથી બોલતો,પણ જે જોવા માંગુ છું તે બોલું છું. 
હું એક અવિભાજ્ય બીજ છું. 
હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. 
હું મારા ઈશ્વરની વાડીમાં નારિયળના ઝાડની જેમ ફુલુફાલું છું. 
હું ખરા સમયમાં મબલક પાક આપું છું. 
હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવા છું. 
હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહિ કરમાય. 
હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. 
 ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. 
હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. 
હું એક આત્મા છું. મારા આત્મામાં એક મન છે. મારો આત્મા અને મારુ મન એક શરીરમાં રહે છે. મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે. મારુ મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારુ શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે.
ઈસુના નામમાં, હું મારા શરીર સાથે વાત કરું છું. 
પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.
 હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું.
હું મારા મનને  ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું, અને તેને નિર્દેશ આપું છું કે, તે પ્રભુના વચનો દ્વારા ચાલે. 
હું મારા રજ્જૂ અને ચેતાને જીવનની વાત કરું છું. 
હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. 
હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું. 
હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું. 
હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાથ્ય અર્પુ છું. 
મારા લોહીના દરેક કોષમાં જીવન છે. 
મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. 
મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે.
મારી આંખો નું તેજ સારું છે.
મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. 
મારી ત્વચા, નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. 
મારા વાળના મૂળ સજ્જડ  છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. 
મારા દાંત, અવાડા ,જબડા, રક્ત વાહિની, બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. 
મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. 
મારુ પાચન તંત્ર તંદરુસ્ત છે, તમામ ખોરાકને પચાવવાં  સક્ષમ છે. 
મારુ ગર્ભાશય તંદરુસ્ત છે.
ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે.
અને હું મારા શરીરમાં કોઈપણ ખામી કે ખોડખાંપણને નકારું છું.
ઈસુના નામે. હાલેલૂયા! આમીન.
ઈશ્વર પિતા, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર પુત્ર, મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈસુની જાય.

Archives

April 23

FAITH DECLARATIONS I DECLARE I am a people builder. I look for opportunities to encourage others to bring out the best in them and to help them accomplish their dreams.

Continue Reading »

April 22

FAITH DECLARATIONS I DECLARE I live victoriously. I am created in the Image of God. I have the DNA of a winner. I am wearing a Crown of Favor. Royal

Continue Reading »

April 21

FAITH DECLARATIONS I DECLARE God’s Supernatural Favor over my life. What I could not make happen on my own, God has made happen for me. Supernatural opportunities, healing, restoration, and

Continue Reading »

April 20

FAITH DECLARATIONS I DECLARE that I am calm and peaceful. I do not let people or circumstances upset me. I rise above every difficulty, knowing that God has given me

Continue Reading »

April 19

FAITH DECLARATIONS I DECLARE there is an anointing of ease on my life. God is ever before me, He has made crooked places straight. His yoke is easy and His

Continue Reading »

April 18

FAITH DECLARATIONS I DECLARE breakthroughs are here and now in my life. Sudden bursts of God’s Goodness, not a trickle, not a stream, but a flood of God’s Power, a

Continue Reading »

April 17

FAITH DECLARATIONS I DECLARE I put actions behind my faith. I demonstrate my faith by taking bold steps to move towards what God has put in my heart. My faith

Continue Reading »

April 16

FAITH DECLARATIONS I DECLARE that I live as a healer I am sensitive to the needs of those around me. I lift the fallen, restore the broken, and encourage the

Continue Reading »

April 15

FAITH DECLARATIONS I DECLARE that I have a sound mind filled with good thoughts, not thoughts of defeat. By faith, I am well able. I am anointed. I am equipped.

Continue Reading »